Leviticus 14:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કાઢી નાખેલા પથ્થરોની જગ્યાએ નવા પથ્થર બેસાડવા અને દીવાલ પર નવેસરથી પ્લાસ્ટર કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગાએ બેસાડે, અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરને નવેસરથી પ્લાસ્ટર કરાવવું.