Leviticus 14:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“અને જો યજ્ઞકાર ઘરમાં જઈને તપાસ કરે અને માલૂમ પડે કે પ્લાસ્ટર કર્યા પછી ફરીથી ફૂગ લાગી ન હોય તો ઘરને શુદ્ધ જાહેર કરવામાં આવે. કારણ, ફૂગ સંપૂર્ણપણે નાશ પામેલ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો યાજક અંદર જઈને તેને તપાસે, ને જો ઘરને છો દીધા પછી તે ઘરમાં રોગ પસર્યો ન હોય; તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે ત્યારે તેને ખબર પડે કે નવેસરથી પ્લાસ્ટર કર્યા પછી ફૂગ ફેલાયેલો નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે ફૂગનો ચેપ હવે ઘરમાં નથી.