Leviticus 14:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી જીવતા પક્ષીને તેણે ખેતરમાં છોડી મૂકવું. શુદ્ધિકરણ કરાવનાર પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, પોતાના બધા વાળ કપાવે અને સ્નાન કરે તે પછી તે વિધિગત રીતે શુદ્ધ જાહેર થાય. ત્યાર પછી તે છાવણીમાં પ્રવેશી શકે. પરંતુ સાત દિવસ સુધી તેણે પોતાના તંબૂની બહાર રહેવાનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, ને પોતાના સર્વ વાળ મૂંડાવે, ને પાણીમાં સ્નાન કરે, એટલે તે શુદ્ધ થશે, અને ત્યાર પછી તે છાવણીમાં આવે, પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે માંણસ સાજો થયો છે તેને પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પોતાના માંથે મૂંડન કરાવવું અને પાણીમાં સ્નાન કરવું, એટલે તે શુદ્ધ થયો ગણાય, અને છાવણીમાં રહેવા માંટે પાછો ફરે. પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.
Recommended Reading