Leviticus 15:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અશુદ્ધ વ્યક્તિ માટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું અને લાકડાના પ્રત્યેક વાસણને પાણીમાં ધોઈ નાખવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો સ્રાવવાળો માટીના પાત્રનો સ્પર્શ કરે તો તેને ફોડી નાખવું અને લાકડાનાં પાત્રનો સ્પર્શ કરે તો તેને પાણીથી ધોઈ નાખવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને માટીના જ કોઈ વાસણને સ્‍ત્રાવવાળો અડકે, તેને ભાંગી નાખવું, અને લાકડાના પ્રત્યેક પાત્રને પાણીમાં વીછળી નાખવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અશુદ્ધ વ્યક્તિ માંટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું, અને લાકડાનું વાસણ હોય તો પાણીથી વીછળી નાખવું જોઈએ.