Leviticus 15:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તે વ્યક્તિ તેના સ્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે સાત દિવસ ગણે અને પોતાના વસ્ત્રો ધોઈ નાખે; અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરે. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“સ્રાવવાળાનો સ્રાવ મટી જાય પછી શુદ્ધિકરણને માટે સાત દિવસ રાહ જોવી. પછી તે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે અને ઝરણાંના ચોખ્ખા પાણીમાં સ્નાન કરે એટલે તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે સ્‍ત્રાવવાળો પોતાના સ્‍ત્રાવથી શુદ્ધ થાય, ત્યારે તે પોતાના શુદ્ધિકરણને માટે પોતાને માટે સાત દિવસ ગણે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે તે વ્યક્તિનો સ્રાવ થોભી જાય ત્યારે તેણે શુદ્ધિકરણની વિધિ માંટે સાત દિવસની હાર જોવી. અને પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરવું, ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.