Leviticus 16:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે વેદીમાંથી સળગતા અંગારા લઈ ધૂપદાની છલોછલ ભરવી અને તેની સાથે બે મૂઠી ભરીને બારીક પીસેલો સુવાસિત ધૂપ લઈને પરમપવિત્રસ્થાનમાં દાખલ થવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિન અંગારા, તથા પોતાના [બન્‍ને] ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે એક ધૂપદાનીમાં યહોવા આગળની વેદીમાંથી સળગતા અંગારા લેવા, અને બે મૂઠી ઝીણો દળેલો ધૂપ લેવો, અને તેને પડદાની પાછળ ઓરડીમાં લઈ જવાં.