Leviticus 16:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે બહાર આવીને પ્રભુ સમક્ષ યજ્ઞવેદી પાસે જાય અને તે વેદી માટે પણ પ્રાયશ્ર્વિતનો વિધિ કરે. વાછરડા અને બકરાના રક્તમાંથી થોડું લઈ તેણે તે યજ્ઞવેદીનાં શિંગ પર લગાડવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની સમક્ષ વેદી પાસે બહાર આવીને તેને માટે તે પ્રાયશ્ચિત્ત કરે; અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીનાં શિંગોની આસપાસ તે લગાડે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બહાર આવીને તેણે યહોવાની સમક્ષ વેદી પાસે જઈને તેનો પણ પ્રાયશ્ચિત વિધિ કરવો. તેણે વાછરડાના અને બકરાના લોહીમાંથી થોડું થોડું લઈને વેદીનાં ટોચકાંઓને લગાડવું