Leviticus 17:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી ખાવાલાયક પ્રાણી કે પક્ષીનો શિકાર કરે તો તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને માટીથી તેને ઢાંકી દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકોમાંથી અથવા તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે, તેણે તેનું રક્ત પાડીને તેને ધૂળથી ઢાંકી દેવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જે કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી ખાદ્ય પક્ષીનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું લોહી વહી જવા દેવું. અને તેના પર માંટી ઢાંકી દેવી.