Leviticus 17:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકે અર્પણનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહની વેદી પર છાંટવું. તેણે ચરબીનું દહન કરવું કેમ કે તે યહોવાહને માટે સુવાસ ઉત્પન્ન કરે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર તેનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસેની યજ્ઞવેદી પર છાંટે અને બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે; એની સુવાસ પ્રભુને પ્રિય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક મુલાકાતમંડપના દ્વાર પાસેની યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે, ને યહોવાને માટે સુવાસને અર્થે ચરબીનું દહન કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યાજકે અર્પણનું લોહી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની યહોવાની વેદી પર છાંટવું અને ચરબી વેદીમાં હોમી દેવી. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.