Leviticus 18:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમારે મારા નિયમો અને ફરમાનોનું પાલન કરવું. તમારામાંથી કોઈએ પણ, પછી તે ઇઝરાયલી હોય કે તમારી મધ્યે વસતો પરદેશી હોય, આમાંનું કોઈ ધિક્કારપાત્ર કૃત્ય આચરવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ તમાંરે માંરા વિધિઓ અને નિયમોનું પાલન કરવું. તમાંરે આમાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇસ્રાએલ પ્રજામાં જન્મેલા હોય કે વિદેશથી આવીને વસ્યા હોય.