Leviticus 18:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, “મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા પહેલાનાં લોકોના ધિક્કારપાત્ર રિવાજો પાળશો નહિ; નહિ તો તેથી તમે તમારી જાતને અશુદ્ધ બનાવશો. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંટે ફરમાંનનું પાલન ચોકસાઈ પૂર્વક કરજો, તમાંરા પહેલાના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમાંરી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમાંરો દેવ યહોવા છું.”