Leviticus 19:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે રક્તવાળું માંસ ખાવું નહિ, ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે રક્ત સહિત માંસ ખાવું નહિ. મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમાંરે લોહીવાળું માંસ ખાવું નહિ, તેમજ કામણ ટૂમણ પણ કરવું નહિ, તેમજ તમાંરે જ્યોતિષીઓ કે જાદુગરો પાસે જવું નહિ.