Leviticus 2:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે, ત્યારે તે મેંદાનું જ હોય અને તે તેલથી મોહેલા લોટની બેખમીર પૂરીઓ અથવા તેલ ચોપડેલા બેખમીરી ખાખરા જ હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો ધાન્ય અર્પણ ભઠ્ઠીમાં પકાવેલી રોટલીનું હોય તો તેમાં ખમીર નાખવું નહિ. એ લોટમાં ઓલિવ તેલ મિશ્ર કરી બનાવેલી ભાખરી હોય કે તેલ ચોપડેલા ખાખરા હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.