Leviticus 20:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય.