Leviticus 20:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના માસિકસ્રાવ દરમિયાન શારીરિક સંબંધ બાંધે તો તેણે તેનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે અને તેણે પોતાનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે. પુરુષ અને સ્ત્રી એ બન્નેને તેઓના લોકોમાંથી અલગ કરવા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ પુરુષ ઋતુસ્રાવ દરમ્યાન સ્ત્રી સાથે સમાગમ કરે તો તે અંગેના નિયમનો ભંગ કરવા બદલ તે બન્‍નેનો સમાજમાંથી બહિષ્કાર કરવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ માણસ રજસ્વલા સ્‍ત્રીની સાથે સંયોગ કરીને તેની લાજ લે, તો તેણે તેનો રક્તકૂપ ઉઘાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્તકૂપ ઉઘાડો મૂક્યો છે; અને તે બન્‍ને પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના ઋતુકાળ દરમ્યાન શારીરિક જાતીય સંબંધ કરે તો નિયમોનો ભંગ કરવા બદલ બંનેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.