Leviticus 20:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પુરુષ માસી કે ફોઈ સાથે સમાગમ કરે તો નજીકના સગાની આબરુ લીધી કહેવાય. તેના પાપની સજા તેણે ભોગવવી જ રહી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તું તારી માસીની તેમ જ તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી ફોઈની આબરૂ ન લે; કેમ કે એ તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય; તેમનો અન્યાય તેમને માથે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“કોઈ પણ પુરુષે તેની માંસી કે ફોઈની સાથે શારીરિક જાતીય સંબંધ કરવો નહિ. એ અગમ્યગમન છે, કારણ, તેઓ તેના નજીકનાં સગાં છે, તેમને તેમના પાપની સજા થવી જ જોઈએ.