Leviticus 20:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ પુરુષ પોતાની ભાભીને પરણે તો તેણે વિધિગત રીતનું અશુદ્ધ કાર્ય કર્યું છે. તેણે પોતાના ભાઈને કલંક લગાડયું છે. તે બન્‍ને નિ:સંતાન રહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે, તો એ ભ્રષ્ટાચાર છે, તેણે પોતાના ભાઈની લાજ લીધી છે; તેઓ નિ:સંતાન રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે પરણે તો તે વ્યભિચાર ગણાય; તેણે એના ભાઈને કલંક લગાડયું છે એ બંને નિઃસંતાન રહેશે.