Leviticus 21:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પ્રમુખ યજ્ઞકારના શિર પર અભિષેકનું તેલ રેડાયેલું છે અને તે યજ્ઞકારનો પોષક પહેરવા માટે સમર્પિત કરાયેલો છે. તેથી તેણે પોતાના વાળ છૂટા રાખવા નહિ કે વસ્ત્ર ફાડીને શોક પ્રદર્શિત કરવો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખયાજક હોય, ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય, ને તે પોષાક પહેરવા માટે જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વળ છોડી નાખે નહિ, ને પોતાનો પોષાક ફાડે નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેલથી અભિષેક થયેલા અને યાજકનાં વસ્ત્રો પરિધાન કરી દીક્ષિત થયેલા વડા યાજકે શોક પાળવા પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાનાં વસ્ત્રો ફાડવા નહિ.