Leviticus 21:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ વિધવા, લગ્ન વિચ્છેદ પામેલી સ્ત્રી કે વેશ્યા સાથે તેણે લગ્ન કરવું નહિ. તેણે પોતાના કુળની કુંવારી સાથે જ લગ્ન કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્‍ત્રી, અથવા ભ્રષ્ટ થયેલી સ્‍ત્રી, એટલે વેશ્યા, એવી સ્‍ત્રીઓને તે પરણે નહિ, પણ પોતાના લોકમાંની કોઈ કુંવારીને તે પરણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.