Leviticus 21:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પવિત્ર રહેવું જોઈએ. તેણે મારા નામને કલંક લગાડવું નહિ. તે મને ધાન્યઅર્પણ ચડાવે છે માટે તેણે પવિત્ર રહેવું જ જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર [લોક] થાય, ને પોતાના ઈશ્વરનું નામ વટાળે નહિ; કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞ, એટલે પોતાના ઈશ્વરની રોટલી, ચઢાવે છે; એ માટે તેઓ પવિત્ર થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ માંરા છે તેથી પવિત્ર રહેવા બંધાયેલા છે, તેમણે માંરા નામને કલંક લગાડવું નહિ, કારણ તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના અર્પણ મને ધરાવનાર છે, તેથી તેમણે પવિત્રતા જાળવવી જોઈએ.