Leviticus 22:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહ સમક્ષ શાંત્યર્પણ કરે તો તે પશુ બળદ અથવા ઘેટો હોય અને તે એબરહિત હોય તો જ તે માન્ય થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ માનતા પૂરી કરવા કે સ્વૈચ્છિક રીતે પ્રભુને સંગતબલિ ચડાવે તો તે આખલા કે ઘેટાંમાંથી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ, અને તો જ તે સ્વીકારવામાં આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ માનતા ઉતારવા માટે અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવે, એટલે બળદ કે ઘેટો [ચઢાવે], તો તે ખોડખાંપણ વગરનો હોય તો જ માન્ય થાય; તેમાં કોઈ પણ ખોડ ન હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ માંનતા પૂરી કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા સમક્ષ વિશેષ ભેટ તરીકે લાવે, તો તે પ્રાણી બળદ અથવા ઘેટું હોઈ શકે પણ તેમાં કોઈ દોષ હોવો ન જોઈએ, નહિ તો તે અમાંન્ય થશે.