Leviticus 22:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું યાજકોને કહે કે યાજકોએ મારા નિયમોનું પાલન કરવું: નહિ તો તેઓને પાપ લાગશે અને મારા નિયમોની અવગણના કરવા બદલ તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર યહોવાહ હું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“દરેક યજ્ઞકારે મેં આપેલા નિયમોનું પાલન કરવાનું છે; નહિ તો તેઓ પવિત્ર નિયમોનો ભંગ કર્યાને લીધે દોષિત ઠરીને માર્યા જશે. હું પ્રભુ છું અને હું તેમને પવિત્ર બનાવું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ આવે, ને તેને વટાળીને તેઓ મરે; તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું યાજકોને ચેતવણી આપ કે યાજકોએ માંરા નિયમોનું પાલન કરવું: નહિ તો તેમને પાપ લાગશે, અને માંરા નિયમોનો ભંગ કરવા તેમણે મરવું પડશે. તેઓને પવિત્ર કરનાર હું યહોવા છું.