Leviticus 23:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે આ પ્રમાણે અર્પણો ચઢાવો નહિ ત્યાં સુધી એટલે કે તે અગાઉ તમારે નવા પાકમાંથી કશું ખાવું નહિ. તાજો પોંક, રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. તમારી વંશપરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ અર્પણ પ્રભુને ચડાવ્યા સિવાય તમારે નવું અનાજ કાચું, શેકેલું કે રોટલીરૂપે પકવેલું ખાવું નહિ. તમે ગમે ત્યાં વસતા હો પરંતુ તમારે આ નિયમ તો વંશપરંપરાગત રીતે કાયમને માટે પાળવાનો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમે તમારા ઈશ્વરની હજૂરમાં એ અર્પણ રજૂ કરો, તે દિવસ સુધી [નવા ધાન્યની] રોટલી તથા પોંક તથા લીલાં કણસલાં તમારે ખાવાં નહિ; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે આ પ્રમાંણે અર્પણો ધરાવો નહિ ત્યાં સુધી એટલે કે તે પહેલા તમાંરે નવા પાકમાંથી કાંઈ ખાવું નહિ. તાજો પોંક, નવું અનાજ, કાચું શેકેલું કે રોટલી કે લીલાં કણસલાં, આમાંનું કશું જ ખાવું નહિ. આ નિયમ તમાંરે સૌએ સમગ્ર દેશમાં વંશપરંપરાગત પાળવાનો છે.