Leviticus 23:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેઓને તથા પેલા બે ઘેટાંને યહોવાહની સંમુખ અર્પણ કરે. તે પવિત્ર અર્પણ યાજકને સારુ યહોવાહને અર્પિત થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકાર ફસલના પ્રથમ ફળના અર્પણની રોટલી સાથે યજ્ઞકારના હિસ્સા માટે પ્રભુને બે હલવાન આરતીરૂપે અર્પણ ચડાવે. આ અર્પણો પવિત્ર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરે; તેઓ યાજકને માટે યહોવાને અર્પિત થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યાજકે તેમને નવા પાકના પહેલા દાણામાંથી બનાવેલી રોટલી સાથે યાજકના ભાગ તરીકે યહોવા સામે ઉપાસના સાથે ધરાવવા. એ યાજકને માંટેની યહોવાને ધરાવેલી ભેટ ગણાશે.