Leviticus 23:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ સંપૂર્ણ વિશ્રામનો અને પવિત્ર મેળાવડાનો દિવસ છે. એ દિવસે કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાહનો વિશ્રામવાર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તો સંપૂર્ણ વિશ્રામનો દિવસ છે, એ તો પવિત્ર સંમેલનનો દિવસ છે, એ દિવસે કામ ન કરવું. તમે ગમે ત્યાં રહેતા હોય, તે યહોવાનો દિવસ છે, વિશ્રામવાર છે.