Leviticus 24:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે એમ થયું કે, એક દિવસ ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો તે ઇઝરાયલના લોકો મધ્યે ફરવા નીકળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલી લોક મધ્યે એક માણસ હતો. તેની માતા ઇઝરાયલી હતી અને તેના પિતા ઇજિપ્તી હતા. તેની માતાનું નામ શલોમીથ હતું. તે દાનના કુળના દિબ્રિની પુત્રી હતી. આ માણસે છાવણીમાં એક ઇઝરાયલી સાથે ઝઘડો કર્યો. તેણે ઈશ્વરના નામની નિંદા કરતાં પેલાને શાપ આપ્યો. તેથી લોકો તેને મોશે પાસે લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એક ઇઝરાયલી સ્‍ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો, તે ઇઝરાયલી લોકો મધ્યે ફરવા નીકળ્યો. અને તે ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી પુરુષને છાવણીમાં એકબીજાની સામે ટંટો થયો,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ ઇસ્રાએલી માંતા અને મિસરી પિતાના યુવાનને છાવણીમાં એક ઇસ્રાએલી વ્યક્તિ સાથે ઝધડો થયો.