Leviticus 24:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભાંગવાને બદલે ભાંગવું, આંખને બદલે આંખ, દાંત બદલે દાંત. જેવી ઈજા તેણે કોઈ વ્યક્તિને કરી હોય તેવી જ ઈજા તેને કરવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો કોઈ હાડકું ભાંગી નાંખે તો તેનું હાડકું ભાંગી નાખવું, આંખ ફોડે તો તેની આંખ ફોડી નાખવી, દાંત પાડી નાખે તો તેનો દાંત પાડી નાખવો. તે બીજાને જેવી ઇજા પહોંચાડે તેવી જ ઇજા તેને કરવામાં આવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભાગવાને બદલે ભાગવું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, જેવી ખોડ તેણે કોઈ માણસ [ના શરીર] માં કરી હોય, તેવો જ બદલો તેને અપાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હાડફું ભાંગનારનું હાડફું ભાંગવું, આંખ ફોડનારની આંખ ફોડવી, દાંત પાડનારનો દાંત પાડવો, એણે સામી વ્યક્તિને જેવી ઈજા કરી હોય તેવી જ ઈજા તેને કરીને બદલો આપવામાં આવે.