Leviticus 25:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો વધુ વર્ષ બાકી હોય તો જમીનની કિંમત વધુ અને ઓછાં વર્ષ બાકી હોય તો જમીનની કિંમત ઓછી આંકવામાં આવે. કારણ, જમીનમાંથી કેટલાં વર્ષ ફસલ મળશે તે પ્રમાણે કિંમત નક્કી કરવાની થાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વર્ષોની સંખ્યાના પ્રમાણમાં તારે વસ્તુની કિંમત વધારવી, ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતું આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને વર્ષ ઓછા બાકી હોય તો કિમત ઓછી ઠરાવવી, કારણ જે વેચાય છે તે અમુક પાક કુલ મળશે તે છે, અને નહિ કે જમીન.