Leviticus 25:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જો એક વર્ષ સુધી તે પાછું ખરીદ કરી ન શકે તો ફરી ખરીદવાનો હક્ક તે ગુમાવે છે અને તે મકાનની કાયમી માલિકી ખરીદનાર અને તેના વંશજોની થાય. ઋણમુક્તિના વર્ષમાં પણ તે મકાન મૂળ માલિકને પાછું ન મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો એક આખા વર્ષની મુદતમાં તેને તે છોડાવે નહિ, તો તે કોટવાળા નગરમાંનું ઘર ખરીદનારનીઇ માલિકીમાં વંશપરંપરા કાયમ રહે; તે જુબિલીમાં છૂટે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક પૂરા વર્ષ દરમ્યાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે મકાનની કાયમની માંલિકી નવા માંલિકની અને તેના વંશજોની થાય.