Leviticus 25:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોટ વગરનાં ગામડાંનાં ઘરો તો ખેતર જેવાં જ ગણાય. મૂળ માલિકને તે ફરીથી ખરીદવાનો હક્ક કાયમ રહે અને ઋણમુક્તિના વર્ષમાં તો તે પાછું મૂળ માલિકને મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ કોટ વગરનાં ગામડાંના ઘરો સીમનાં ખેતરોની પંક્તિમાં ગણાય. તેમને છોડાવી શકાય, ને તેઓ જુબિલીમાં છૂટે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જુબિલી વર્ષમાં પણ તે મૂળ માંલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાંમાંનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાના હક્ક કાયમ રહે, અને જુબિલી વર્ષમાં તો તે મકાન મૂળ માંલિકને પાછું મળે જ.