Leviticus 25:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારી પાસે રહેતો જો કોઈ સાથી ઇઝરાયલી ગરીબ બની જાય અને પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો જેમ તમે પરદેશી કે પ્રવાસીઓને મદદ કરો છો તેમ જ તેને કરવી; જેથી તે તમારી સાથે રહી શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તારો ભાઈ કંગાલાવસ્થામાં આવી પડયો હોય, ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય, તો તારે તેને નિભાવી લેવો; તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જો કોઈ ઇસ્રાએલી બંધુ ગરીબીમાં આવી પડે અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવાની જવાબદારી તારી છે; તારે ઘેર મહેમાંન તરીકે આવવા માંટે તેને નિમંત્રણ આપ. જેથી તે તમાંરી સાથે રહી શકે.