Leviticus 25:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે, ઇઝરાયલીઓ મારા સેવકો છે; તેઓ મારા સેવકો છે જેઓને હું મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું; હું યહોવાહ તમારો ઈશ્વર છું.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ ઇઝરાયલી કાયમનો ગુલામ રહી શકે નહિ. કારણ, ઇઝરાયલી લોક તો મારા ગુલામ છે. મેં તેમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઇઝરાયલી લોકો મારા દાસ છે; મારા જે દાસોને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે; હું યહોવા તમારો ઈશ્વર છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેમ કે, ઇસ્રાએલીઓ માંરા સેવકો છે; હું તેમને ચાકરીમાંથી મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો છું; હું યહોવા તમાંરો દેવ છું.