Leviticus 26:34 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જયારે તમે શત્રુઓના દેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજ્જડ પડી રહેશે અને તે તેનો વિશ્રામ ભોગવશે અને તે દેશ તેના વિશ્રામ વર્ષોનો આનંદ માણશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તમે તમારી જે ભૂમિને આરામ આપ્યો ન હતો તે હવે સંપૂર્ણ આરામનાં વર્ષો ભોગવશે. તે વેરાન પડી રહેશે અને સંપૂર્ણ સાબ્બાથ ભોગવશે. કારણ, તમે ત્યારે તમારા દુશ્મનોના દેશમાં દેશનિકાલ થશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જડ રહેશે, ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દેશ તેના સાબ્બાથો ભોગવશે; હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે, ને તેના સાબ્બાથો ભોગવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.