Leviticus 27:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પોતાનું મકાન પ્રભુને સમર્પિત કરે તો યજ્ઞકાર તેની તપાસ કરી સારીનરસી બાબતો જોઈ તે પ્રમાણે તેની કિંમત નક્કી કરે અને તે તેની આખરી કિંમત ગણાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને માટે પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે, પછી તે ઘર સારું હોય કે નરસું હોય. યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ પોતાનું મકાન યહોવાને સમર્પણ કરી દે, તો તે સારું હોય કે ખરાબ તેનાથી કોઈ ફરક ન પડે, યાજક તેની કિંમત નક્કી કરશે અને તે વ્યક્તિએ એ બાંધેલો ભાવ સ્વીકારવો.