Leviticus 27:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જો ઘર સમર્પિત કરનાર માલિક તે પાછું ખરીદવા ઇચ્છે તો તેને નક્કી કરેલી કિંમત ચૂકવવી અને એ ઉપરાંત વધારાના વીસ ટકા આપવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેણે તે ઘર અર્પણ કર્યું હોય તે જો તે છોડાવી લેવા ચાહેમ તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે, એટલે તે તેનું થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી જો સમર્પણ કરનાર વ્યક્તિ મકાન છોડાવવા ઈચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ 20 ટકા આપવા, એટલે મકાન પાછું તેની માંલિકીનું થઈ જાય.”