Leviticus 27:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તમારે તેની વાવણી પ્રમાણે તેની કિંમત નક્કી કરવી, જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જો કોઈ પોતાની જમીનનો અમુક ભાગ પ્રભુને સમર્પિત કરે તો વીસ કિલો જવ દીઠ ચાંદીના દસ શેકેલ લેખે, તે જમીનમાં જેટલું બિયારણ વાવી શકાય તેને આધારે તે જમીનની કિંમત નક્કી થાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે, તો તેની વાવણી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું; એટલે જેટલામાં એક હોમર જવ વવાય તેટલાંનું મૂલ્ય પચાસ શેકેલ રૂપું ગણાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કોઈ વ્યક્તિ પોતાની માંલિકીની જમીનનો અમુક ભાગ યહોવાને સમર્પણ કરી દે તો તમાંરે તેની કિંમત એમાં જેટલું બિયારણ વાવી શકાતું હોય તેને આધારે નક્કી કરવી, જેમ કે 20 મણ જવની (1 હોમર) જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ થાય.