Leviticus 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કોઈનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય અને જો તે જાનવર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવાહ પ્રત્યે તે ખામી વગરનું ચઢાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.