Leviticus 4:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લે, ને યજ્ઞ વેદીમાં શિંગ પર તે લગાડે, ને યજ્ઞ વેદીના થડમાં તેનું રક્ત ઢોળી દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ યાજકે પશુનું લોહી આંગળી વડે લઈ યજ્ઞવેદીનાં ટોચકાં પર લગાડવું, અને બાકીનું લોહી યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું અને અર્પણની આહુતિની ચરબીની જેમ એની બધી જ ચરબી વેદી પર બાળી મૂકવી.