Leviticus 4:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી લગાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું બધું રક્ત તે ઢોળી દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તેણે થોડું લોહી મુલાકાતમંડપની અંદર યહોવા સમક્ષ ધૂપની વેદીના ખૂણાઓ ઉપર રેડવું અને બાકીનું લોહી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળના યજ્ઞવેદીના પાયા આગળ રેડી દેવું.