Leviticus 5:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તે હલવાનને ખરીદી ના શકતો હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને સારુ તે યહોવાહને માટે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવે, એક પાપાર્થાર્પણને માટે અને બીજું દહનીયાર્પણને માટે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પણ જો તે ઘેટી કે બકરી ચડાવવાને સમર્થ ન હોય તો તેણે દોષનિવારણ બલિ તરીકે પ્રભુને બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાં; એક પ્રાયશ્ર્વિત બલિ તરીકે અને બીજું દહનબલિ તરીકે ચડાવવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દોષાર્થાર્પણને માટે તે યહોવાને માટે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે; એક પાપાર્થાર્પણને માટે, ને બીજું દહનીયાર્પણને માટે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જો તે ગરીબ હોય અને માંદા હલવાન કે બકરી ચઢાવી ન શકે, તો તેણે યહોવાને બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં, એક પાપાર્થાર્પણ તરીકે અને એક દહનાર્પણ તરીકે,