Leviticus 7:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ દરેક પ્રકારની વાનગીમાંથી એકએક લઈ તેનું પ્રભુને અર્પણ કરવું. યજ્ઞવેદી ઉપર સંગતબલિનું રક્ત છાંટનાર યજ્ઞકારને તે મળે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમાંના પ્રત્યેક અર્પણમાંથી અકેક [વસ્તુ] યહોવાને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવે; શાંત્યર્પણોનું રક્ત છાંટનાર યાજકને જ તે મળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમાંની એક રોટલી જે યાજક શાંત્યર્પણનુ લોહી છાંટે તેને આપવામાં આવશે.