Leviticus 8:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે બેખમીર રોટલીની ટોપલી યહોવાહની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીરી ટુકડો તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે પ્રભુને અર્પિત કરેલી ખમીર રહિત રોટલીની ટોપલીમાંથી એક ખમીર રહિતની રોટલી, એક તેલથી મોયેલી ભાખરી અને એક પોળી લઈને ચરબી ઉપર તથા જમણી જાંઘ ઉપર મૂક્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે બેખમીર રોટલીની ટોપલી યહોવની સમક્ષ હતી, તેમાંથી તેણે એક બેખમીર પોળી તથા તેલમાં મોહેલી એક નાની રોટલી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણા બાવડા ઉપર મૂક્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આ બધા પર એક રોટલો, એક તેલ ચોપડલો રોટલો, અને બેખમીર રોટલીનો એક ટુકડો જે દરરોજ દેવની સામે મુકવામાં આવે છે તે ચરબી પર એને જમણા જાંઘ પર મૂકયો.