Leviticus 8:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ પશુની છાતી લઈને યહોવાહની સમક્ષ તેનું અર્પણ કર્યું. જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, એ તો યાજકના સંકલનના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશેએ છાતીનો ભાગ લઈ તે પ્રભુને ચડાવ્યો. યજ્ઞકારોની પદપ્રતિષ્ઠાવિધિના અર્પણમાંથી એ ભાગ મોશેને મળ્યો. મોશેએ આ બધી વિધિ પ્રભુની આજ્ઞા મુજબ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ છાતી લઈને યહોવાની સમક્ષ તેની આરતી ઉતારીને આરત્યર્પણ કર્યું; એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્‍સો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.