Leviticus 8:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે મુલાકાતમંડપનું પ્રવેશદ્વાર છોડી બહાર જવું નહિ. કેમ કે સાત દિવસ સુધી યહોવાહ તમારી પ્રતિષ્ઠા કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત દિવસ સુધી તમારે મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જવાનું નથી. કારણ, તમારો પદપ્રતિષ્ઠાવિધિ સાત દિવસ ચાલશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતાં સુધી તમે મુલાકાતમંડપના બારણાની બહાર જશો નહિ; કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠાઅ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.”