Leviticus 8:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે હારુનને ઉપવસ્ત્રો પહેરાવ્યાં અને તેની કમરે કમરબંધ બાંધીને જામો પહેરાવ્યો અને તેને એફોદ પહેરાવીને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે આરોનને ડગલો પહેરાવ્યો. તેની કમરે પટ્ટો બાંધ્યો. તેને ઝભ્ભો પહેરાવ્યો અને સુંદર કારીગરીથી વણેલો એફોદ પહેરાવી તેના પર કમરપટ્ટો બાંધી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે હારુનને અંગરખો પહેરાવ્યો, ને તેની કમરે કમરબંધ બાંધ્યો, ને તેને જામો પહેરાવ્યો, ને તેને એફોદ પહેરાવ્યો, ને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો, અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.