Luke 10:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે કોઈ ઘરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે, તો જે કંઈ તેઓ તમારી આગળ મૂકે તે ખાઓ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક ઘેરથી બીજા ઘેર જતા નહિ. તમે કોઈ નગરમાં જાઓ અને તમારો આવકાર થાય, તો તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ.