Luke 11:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈસુએ એ કહ્યું ત્યારે ટોળામાંથી એક સ્ત્રી મોટેથી પોકારી ઊઠી, “તમે જેના ઉદરે જન્મ્યા અને જેના સ્તને દૂધપાન કર્યું તે સ્ત્રીને ધન્ય છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્‍ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.”