Luke 11:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ન્યાયકાળને દિવસે દક્ષિણની રાણી ઊઠશે અને વર્તમાન સમયના લોકોને દોષિત ઠરાવશે; કારણ, ધરતીના છેડેથી તે શલોમોનનું જ્ઞાનપૂર્ણ શિક્ષણ સાંભળવા આવી હતી. પણ હું તમને કહું છું કે તમારી સમક્ષ એક વ્યક્તિ છે કે જે શલોમોનના કરતાં પણ મહાન છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી; અને જુઓ સુલેમાનના કરતાં અહીં એક મોટો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ન્યાયના દિવસે દક્ષિણની રાણી આ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું.