Luke 11:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેથી સૃષ્ટિના આરંભથી સઘળા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરિણામે, સૃષ્ટિના આરંભથી એટલે કે, હાબેલના ખૂનથી માંડીને ઝખાર્યા, જેને યજ્ઞવેદી અને પવિત્રસ્થાન વચ્ચે મારી નાખવામાં આવ્યો તેના ખૂન સુધી થઈ ગયેલા બધા સંદેશવાહકોના ખૂનની શિક્ષા આ જમાનાના લોકોને થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેથી જગતના આરંભથી બધા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે.