Luke 12:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે શેઠ આવે છે અને બારણું ખટખટાવે છે ત્યારે તેઓ તરત જ તેને માટે બારણું ખોલે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે, તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને માટે દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે.